Poem On Tumbadi

પાય લાગું તુજને સરસ્વતી તું માય

ગીત બનાવું ગામનું કરજે મુજને સહાય

. સુંદર નાનું ગામડું તુંબડી ગામ કહેવાય

 કપાસ સીંગ કઠોળને જાર જેની વખણાય

. મૂળ ગામ તુંબડી મોટી જે  કહેવાય

 રાજકુંવર ઝગડ્યા કેમ ત્યાં રહેવાય

. સરસામાન ઉપાડી મહાજન ચાલ્યું જાય

 ખબર પડી ગઢેરાને ટિલાટ મનાવવા જાય

. ગાડા આડા સૂઇ ગયા કરી બહુ અરદાસ

 હદમાં ગામ વસાવ્યું પારેખ કરે ત્યાં વાસ

. બંધરાથી ટીલાટ થઈ આવ્યા રજપૂત

 હોથી હકુમત શરૂ થઈ નવું ગામ મજબુત

. નગર જેવો ચોક છે સાત ફળીયા નીકળે

મહેમાન લાવે વેલડું પાછું ત્યાંથી વળે

. જૈન મંદિર શોભતા અપાસરા અપાર

 શંકર ને હનુમાન છે મસ્જિદ મતીયા સાર

. ત્રણસો ઘર સૌ મળી વિધવિધ વસતી કોમ

રાજપૂત હોથી રાજીઆ સાચો જેમાં જોમ

૧૦. આશાપુરા માતા ભલા ગઢ ઉપર નિવાસ

મલ ચઢાવી નીકળે પુરે સૌની આશા

૧૧. તળાવ ખીંઅરાસર ભલો તલાવડી અનેક

ચાંપલાઈ, ગોરાઈ, સુમરાઈ, સોઢરાઈ હુબકે છેક

12. સોના જેવા ડુંગરો હરીયાળા છે ખેત

કાળી રાત ભોમ છે ઉજળી જાર સફેદ

૧૩. છેલ્લા વચ્ચે કુવાતણું પાણી  જે પીવાય

   માલશી શાએ બાંધ્યું બારે માસ ઊભરાય

૧૪. ન્યાત બાવન ગામની ભલભલા ભડવીર

    સંઘવી પટેલ શામજી થયા બાવન વીર

૧૫.જેતુવારા ને લાધાણી ચાંપુવારા નો વટ

   કાંઈયાં ગંગાજર પામ્યા પરદેશે વહીવટ

૧૬. ત્રેવીસ વર્ષ ભણાવીને નાનાલાલ માસ્તર

    સંસ્કાર રેડ્યા સુવર્ણસમ ભાડીઆ ગયા સર

૧૭. મકાનો શોભે ગામના આદર્શ છે સંસ્કાર

 કલીયુગની બુરી હવા નથી હજી તલભાર

૧૮. શિક્ષણ મફત સારવાર પાણી આવ્યા પાસ

     વિજળી નળ ઘરઘર થશે અમર રાખો આશ

૧૯. સંગોઈ વિનવે વીરને સુખી થાઓ અમ ગામ

    વિગત લખી છે ટૂંકમાં સ્વીકારો તમામ